Support: +91 7226907304
Logo
Notice:
Dear members, make sure to regularize your loan accounts before September 10th. Dynamic cooperative banking at your fingertips. Free IMPS transactions active on mobile app.
Back to Events Summit

Sakhi Credit AGM Event

Thursday, 25 June 2026 10:00 AM Chandkheda , Ahmedabad
Sakhi Credit AGM Event

About This Event

તારીખ ૨૫/૦૬/૨૦૨૬ના રોજ ચાંદખેડા અમદાવાદ ખાતે ત્રિવિધ પ્રાસંગિક પ્રસંગોની ઉજવણીના સમારોહ અદકેરો અને અનન્ય રહ્યો જેમાં સખી ક્રેડિટ સોસાયટીની સાતમી વાર્ષિક સાધારણ સભા, ચાંદખેડા વિસ્તારમાં સખીઓ માટેના ત્રિરત્ન જ્વેલર્સના પ્રથમ વાર્ષિક દિવસની ઉજવણી અને વિમેન એમ્પાવરમેન્ટ કૉર્પોરેશન દ્વારા ડૉ યોગેશ મૈત્રક ના જન્મદિવસ- જ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી સફળતા પૂર્વક સંપન્ન થઈ.
આ ત્રિવિધ સમારોહમાં સખી ક્રેડિટ સોસાયટીની AGM માં તમામ સભાસદો,શેરહોલ્ડરો સાથે આમંત્રિત શુભેચ્છકો,પરિવારજનો,પરિજનો સાથે સરકારમાં કાર્યરત ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ વેક સખીના પદાધિકારીઓ, ઇન્વેસ્ટર્સ, સખી મંડળ અને બચત મંડળની સખીઓ, દીકરીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સૌપ્રથમ સવારે ૧૦.૩૦ કલાકેથી શરૂ થયેલ AGM માં સભાસદોએ ઉત્સાહભેર ભાગ લઈને સખીના ચેરમેન સુશ્રી પ્રીતિ પ્રિયદર્શી દ્વારા આખા વર્ષ દરમિયાન કરેલ પ્રવૃતિઓ,કાર્યક્રમો, સેમિનાર, પ્રવાસો,ચિંતન શિબિર,રિવ્યૂ અને રિવોર્ડ ઇવેન્ટ સહિત વાર્ષિક હિસાબો અને બેલેન્સ શીટ ઉપરનું અધ્યક્ષીય ઉદ્બોધન અદ્ભુત હતું જેની ઉપરની ચર્ચાઓ પણ ઉત્સાહવર્ધક રહી જેમાં તમામ એજન્ડા ઉપર શેરહોલ્ડરોની ચર્ચા અને સહમતિ સાથેના ઠરાવો પસાર કરવામાં આવ્યા. ઉપસ્થિત સભાસદો અને ઇન્વેસ્ટરોએ સખીમાં વિશ્વાસ રાખીને ખુબ મોટી રકમનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું જેમાં શ્રેષ્ઠ ઇન્વેસ્ટરોનું સર્ટિફિકેટ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું. ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો દ્વારા ખાસ કરીને SBIના નિવૃત GM શ્રી ડાભી સાહેબ અને BoBના નિવૃત AGM શ્રી મહેરીયા સાહેબ દ્વારા સખીની નાણાકીય પરિસ્થિતિ અને બેલેન્સશીટ સાથે પ્રગતિના આંકડાઓનું એનાલિસિસ ઇન્વેસ્ટરો અને સભાસદો માટે પ્રેરણાદાઈ રહ્યું. શ્રેષ્ઠ ઇન્વેસ્ટર એવા ડૉ એમ બી લેઉવા સાહેબે બચતને કેવી રીતે લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટમાં રૂપાંતરિત કરી શકાય તેનું મહત્વ સમજાવ્યું. અંતમાં પ્રેરક ઉદ્બોધન દ્વારા ડૉ યોગેશ મૈત્રકે વિમેન એમ્પાવરમેન્ટ કૉર્પોરેશન અને સખી ક્રેડિટ સોસાયટી એ ગરીબી નિર્મૂલન અને જ્ઞાતિવાદ નિર્મૂલનના પંચમાર્ગીય મોડલથી "કરુણાથી ક્રાંતિ" કરવા માટે મિશન મોડ ઉપર સમર્પિત ટીમ દ્વારા સમાજમાં કાર્યરત છે. ગરીબી નિર્મૂલન માટે આર્થિક સદ્ધરતાના સફળ મોડલો અને જ્ઞાતિવાદ નિર્મૂલન માટે જ્ઞાતિ વિહીન સમાજ રચનાના સફળ મોડલો કેવી રીતે કરી શકાય તેનું કેસ સ્ટડી દ્વારા વક્તવ્ય રજૂ કર્યું.
બપોરે સુરુચિ ભોજન અને ભેટ વિતરણ કાર્યક્રમ સાથે સભાસદોનું આદાન પ્રદાન અદકેરું અને અનન્ય રહ્યું
બપોર બાદ ત્રિરત્ન જ્વેલર્સની પ્રથમ વાર્ષિકોત્સવ અને ડૉ યોગેશ મૈત્રકના જન્મદિવસ - જ્ઞાન દિવસની ઉજવણી પણ અદ્ભુત રહી જેમાં સખી ટીમ દ્વારા અદ્ભુત સ્વાગત અને શ્રેષ્ઠ સન્માન કરી મારા ઉત્સાહ અને ઉમંગને ચિરસ્મરણીય બનાવી દીધો જેનો શ્રેય WEC ટીમ, સખી ટીમ જેમાં ડાયરેક્ટર નીરવ પ્રિયદર્શી, સેક્રેટરી સુહાગ સોલંકી,પ્રોજેક્ટ ડાયરેક્ટર કિરણ સોલંકી,સિનિયર BM નેલ્સી કેમ્પવાલા, જાગૃતિ મકવાણા, BM પીનાકીની પટેલ, સુશીલાબેન ,નર્મદાબેન,ધરતી,રિદ્ધિ, કલાબેન,પ્રદીપ વગેરે સાથે સમર્પિત સભાસદો, કાર્યકરોની મહેનતને આપી શકાય
મારા જન્મ દિવસને અદકેરો બનાવવા મારા વડીલ,આદરણીય અને સાથી મિત્રો તરફથી FB ઉપર અને વ્યક્તિગત સ્તરે મને મળેલ આશીર્વાદ અને શુભેચ્છા માટે તમામનો હૃદયપૂર્વકનો આભાર માનું છું

Event Information

  • Date 25 Jun, 2026 (Thursday)
  • Time 10:00 AM onwards
  • Venue Chandkheda , Ahmedabad
  • Category Summit

Other Events