Support: +91 7226907304
Logo
Notice:
Dear members, make sure to regularize your loan accounts before September 10th. Dynamic cooperative banking at your fingertips. Free IMPS transactions active on mobile app.
Back to Events Manav Garima

Manav Garima

Tuesday, 19 May 2026 11:30 AM Ahemdabad
Manav Garima

About This Event

આજ તારીખ 19/05/2026 ના રોજ "માનવ ગરિમા" ચળવળના મુખ્ય પ્રાયોજક અને મારા ખાસ મિત્ર પરસોત્તમભાઈ વાઘેલા અને પ્રસિદ્ધ NGO જન વિકાસ અને Centre for Social Justice ના ફાઉન્ડર ડાયરેક્ટર શ્રદ્ધેય ગગનભાઈ શેઠી દ્વારા આયોજિત કોન્ફરન્સ અને ગરિમા પ્રદર્શન "Making Cities Work for Everyone"નો thought provoking કાર્યક્રમ થઈ ગયો જેમાં ખૂબ લાંબા અંતરાલ પછી સમાજના વંચિત સફાઈ કામદારોના વાસ્તવિક વિષયને પુનઃ પૃથોજનો સમક્ષ રજૂ કરવાની તક મળી

કોન્ફરન્સમાં બે પેનલ દ્વારા સફાઈ કામદારોની વર્તમાન પરિસ્થિતિ, કાયદાનું સંરક્ષણ, સરકારની ભૂમિકા સાથે "Who Keeps the City Clean and at What Cost?" તેમજ "From Accountability to Action" જેવા વિષયો ઉપર ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ,MGLI,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,વિમેન એમ્પાવરમેન્ટ કૉર્પોરેશન,ગ્રીન વેસ્ટ મેનેજમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, અનંત યુનિવર્સિટી, કોર્પોરેટ CSR અને સ્વયં સેવી સંસ્થાઓ વગેરેમાંથી પધારેલ વક્તાઓએ માહિતીસભર રજૂઆતો દ્વારા ઉપસ્થિત ચળવળકારો અને સંશોધન કર્તાઓએ ઉમળકાભેર ભાગ લીધો.

કોન્ફરન્સમાં દલિત ચળવળકાર આદરણીય ડૉ નીતિન ગુર્જર સાહેબે રાજ્યમાં ૫ લાખ સફાઈ કામદારોની દયનીય પરિસ્થિતિ વર્ણવી જણાવ્યું કે સફાઈ કામદારોની હાલત ગેસ ચેમ્બરમાં મૃત્યુ પામેલા લોકો કરતા પણ બદતર છે. વાલ્મિકી સમાજની માનસિકતા ઉપર ભૂતકાળની પરિસ્થિતિ વર્ણવતા જણાવ્યુકે ઘરમાં છોકરી આપવાનું માપ દંડ"ઘરમાં કેટલા ડબ્બા જાજરૂ છે " તેની ઉપર નિર્ભરતા હતી. જયારે ખાનગી કંપનીઓ કે સંસ્થાઓમાં મહિલા સફાઈકામદારો પોતાના માસિક સ્ત્રાવ ને બોજ રૂપ ના બને તે માટે ગર્ભાશય કઢાવવાના કિસ્સોઓ પણ જોવા મળતા અને એટલેજ ૯૦%વાલ્મિકી સમાજના લોકોએ સફાઈને સ્વયં સ્વીકારેલ ધંધો હોવાથી તેઓ માનસિક અને વ્યવસાયિક સ્તરે બહાર નીકળતા નથી પરિણામે અન્ય વ્યવસાયોમાં પુનઃ સ્થાપન કરવું અઘરું છે. વિષયને વિશદ અનુસંધાન પૂરું પાડતા ડૉ યોગેશ મૈત્રકે ગુજરાત સફાઈ કામદાર નિગમના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારત સરકારના શહેરી વિકાસના ટીમ લીડર તરીકે વિકસાવેલ ગરીબી નિર્મૂલનના આર્થિક અને જ્ઞાતિવાદના મોડલોની ચર્ચા કરેલ જેમાં સમાજની માનસિકતા ઉપર ડૉ બાબાસાહેબના પુસ્તક "Annihilation of Caste" નો આધાર લઈ જાતિવાદી માનસિકતા ધરાવતો ધર્મ માનવ સમાજની ગુલામીને કેટલી હદ સુધી લઈ જાય છે તેની છણાવટ કરી સમાજને મલમપટ્ટીને બદલે સર્જરીની કેટલી જરૂરિયાત હજુ પણ છે તે વાત કરી પોતાના અનુભવો અને કેસ સ્ટડી દ્વારા accountability to action ને વિગતવાર રજૂ કરેલ.

કોન્ફરન્સ બાદ માનવ ગરિમા પ્રદર્શની પણ જોયું જેમાં સફાઈ કામદારો અને મેન્હોલ કામદારોની બદતર સ્થિતિને કચકડે કંડારેલ જોઈને છેવાડાના માનવીઓ એવા વંચિત સફાઈકામદારોની વેદનાના દસ્તાવેજને નજરે નિહાળવાની પુનઃ તક મળી પરંતુ હજુ એક યક્ષ પ્રશ્ન સતત ઉઠી રહ્યો છે કે "સવારે ઝાડું અને સાંજે વાળુની"ની પળોજણમાં જીવતા આ માનવ સમુદાયના સુખની ક્ષિતિજ આ નિર્ભર આકાશમાં ક્યારે ઝળહળશે?

Event Gallery

Event photo
Event photo
Event photo

Event Information

  • Date 19 May, 2026 (Tuesday)
  • Time 11:30 AM onwards
  • Venue Ahemdabad
  • Category Manav Garima

Other Events