Support: +91 7226907304
Logo
Notice:
Dear members, make sure to regularize your loan accounts before September 10th. Dynamic cooperative banking at your fingertips. Free IMPS transactions active on mobile app.
Back to Events Workshop

Chintan Shibir for Social Empowerment

Saturday, 10 January 2026 10:00 AM Samta Education Trust Dham, Dehgam
Chintan Shibir for Social Empowerment

About This Event

તારીખ ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ સમતા એજ્યુકેશન ટ્રસ્ટ, મોટેરા દ્વારા દહેગામ ખાતે આવેલ સંસ્થાના સમતા ભવનમાં આયોજિત "ચિંતન સે પરિવર્તન" ચિંતન શિબિરમાં સમગ્ર ભારતવર્ષથી પધારેલ વિવિધ સંસ્થાઓના શુભચિંતકો,આગેવાનો,અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા અનુસૂચિત જાતિઓ અને જન જાતિઓના સર્વાંગી વિકાસ માટે જુદા જુદા ૧૨ વિષયો ઉપર રજૂ થયેલ PPT ઉદ્બોધનોથી ઉપસ્થિત વિવિધ સંસ્થાઓ અને સમાજના હિતચિંતકોમાં નવીન ઉર્જાનો પ્રાદુર્ભાવ થયેલ.
વિમેન એમ્પાવરમેન્ટ કૉર્પોરેશન દ્વારા ડૉ યોગેશ મૈત્રકે રજૂ કરેલ PPT ઉદ્બોધન અને કેસસ્ટડીએ "મહિલા સશક્તિકરણ" માટે દેશના અન્ય રાજ્યોમાં આજ પ્રકારના મોડલનું અમલીકરણ થાય તેવી લાગણી વ્યક્ત કરવામાં આવેલ.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અને ભારતવર્ષમાંથી પધારેલ યુવા ઉદ્યોગ સાહસિકો, UPSC/GPSC કે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એકેડેમી ચલાવતા સંચાલકો,રાજકીય પાર્ટીઓના પદાધિકારીઓ, NGO, કાયદાકીય વિશ્લેષકો,નિવૃત IAS,IPS અને Class-1/2ઓફિસરો, કમિશનરો વગેરે બુદ્ધિજીવીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ઉદ્બોધનો અને ઉપયોગી સૂચનો દ્વારા સવારે ૯.૩૦ થી સાંજે ૬.૩૦ સુધી ચાલેલ ગહન ચિંતન અને મનનના પરિણામ સ્વરૂપ આગામી સમયમાં અસરકારક અમલીકરણ કરી શકાય તેવા મોડલ અને યોજનાઓ મૂકી શકાશે તેવી આશા વ્યક્ત થયેલ
તેલંગાણાથી પધારેલ ડૉ આર એસ પ્રવીણકુમાર, રિટાયર્ડ IPS દ્વારા રજૂ કરવામાં આવેલ PPT ઉદ્બોધન ખાસ કરીને તેઓએ વિકસાવેલ SWAEROES મોડલનો સમગ્ર ભારત ભરમાં અમલ થાય તેવી લાગણી વ્યક્ત થયેલ.
સમતા એડ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી પુનમભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા છેલ્લા બે મહિનાથી કરવામાં આવેલ મહેનત અને દહેગામ ખાતે કરેલ સુંદર મજાનું આયોજન અદ્ભુત હતું. તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને સાધુવાદ

Event Gallery

Event photo

Event Information

  • Date 10 Jan, 2026 (Saturday)
  • Time 10:00 AM onwards
  • Venue Samta Education Trust Dham, Dehgam
  • Category Workshop

Other Events