Support: +91 7226907304
Logo
Notice:
Dear members, make sure to regularize your loan accounts before September 10th. Dynamic cooperative banking at your fingertips. Free IMPS transactions active on mobile app.
Back to Events Workshop and Chintan Shibir

Chintan Shibir @ Statue of Unity

Friday, 30 January 2026 10:00 AM STATUE OF UNITY, NARMADA
Chintan  Shibir @ Statue of Unity

About This Event

આજ તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૨૬નો દિવસ સખી કો ઓપ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટીના ચેરમેન અને વિમેન એમ્પાવરમેન્ટ કૉર્પોરેશન ના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી પ્રીતિ પ્રિયદર્શીનો જન્મદિવસ છે અમે "વુમન એમ્પાવરમેન્ટ દિવસ" તરીકે ઉજવીએ છીએ.
આજે આ દિવસની ઉજવણી કરવા અને નવીન ઉર્જા,ઉલ્લાસ અને ઉમંગનો ઉદધિ મેળવવા સંસ્થાના અમારા ટીમ સાથીઓ ગુજરાતના વિશ્વવિખ્યાત "સ્ટેચ્યુ ઓફ યુનિટી" કેવડીયા કોલોની,નર્મદા સ્થળ ખાતે એક દિવસીય પિકનિક માટે નીકળેલ જે પૂર્ણ કરી અત્યારે "જન શતાબ્દી" ટ્રેન દ્વારા અમદાવાદ પરત આવી રહ્યા છીએ.
સવારે વહેલા આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાતો લઈ સાંજે વિશ્વની સૌથી ઊંચી એટલેકે ૧૮૨ મીટરની ભારતના આ અસરદાર સરદાર વલ્લભભાઈ પટેલની અપ્રતિમ પ્રતિમાની મુલાકાત લઈને અંદરની Viewing ગેલેરીમાંથી સુંદરતમ દ્રશ્યો જોવાનો આ બીજી વખતનો લ્હાવો અદ્વિતીય રહ્યો જેમાં સ્ટાફ સાથેનું આદાન પ્રદાન અને સ્થાનિક આદિવાસી પરિવારો સાથેની ખાસ કરીને સખીમંડળની બહેનો દ્વારા ચલાવવામાં આવતી "પિંક ઇલેક્ટ્રિક રિક્ષા" અને તેની સવારી સુખદ સંસ્મરણો રહ્યા જ્યારે સખીમંડળની બહેનો દ્વારા બપોરનું તૈયાર કરવામાં આવેલ સુરુચિપૂર્ણ ભોજન યાદગાર રહ્યું.
એ આ આગામી સુશ્રી પ્રીતિએ સંપાદિત કરેલ પાંદડે પાંદડે મોતી ની સખી ગાથાઓ પુનઃ રજૂ કરેલ અને હજુ વધુ સખીઓનું સશકિતકરણ અમારી યોજનાઓ થકી કરી શકાય તેજ અભ્યર્થના વ્યક્ત થઈ તેની લાક્ષણિક તસવીરો અત્રે પ્રસ્તુત છે

Event Gallery

Event photo

Event Information

  • Date 30 Jan, 2026 (Friday)
  • Time 10:00 AM onwards
  • Venue STATUE OF UNITY, NARMADA
  • Category Workshop and Chintan Shibir

Other Events