Sabhasad Aatmasanman Nidhi (Saan) Yojna
About the Scheme
Eligibility Criteria
૧) આ યોજનામાં કોણ જોડાઈ શકે ? ------>>>>>સમગ્ર ગુજરાતની કોઈ પણ મહિલા/પુરુષ જે સખી ક્રેડિટ સોસાયટીના સભાસદ હોય અને તેઓને જો દર મહિને (પેન્શન) કે અન્ય લાભ જોઈતા હોય તે તમામ સભાસદ જોડાઈ શકે.
૨) આ યોજનામાં ક્યાં સુધી રોકાણ કરી શકાય ? ------->>>>>આ યોજનામાં વહેલા તે પહેલાના ધોરણે એટલે કે ૧૪-૦૪-૨૦૨૪ થી ૨૫-૦૬-૨૦૨૬ સુધીજ રોકાણ કરી શકાશે.
૩) આ યોજનામાં કરેલ રોકાણનો મહત્તમ સમય અથવા લોકઈન પીરીયડ કેટલો રહેશે? અને તે પહેલાં પૈસા ઉપાડવા હોય તો શું વ્યાજ મળશે ? ------>>>>>>આ યોજનામાં કરેલ રોકાણ ૫ વર્ષ સુધીના લોકઈનપીરીયડ માટે રહેશે પરંતુ ઈમર્જન્સીના કિસ્સામાં ભરેલ નાણાંનું રોકાણ પરત લેવાનું થશે તો રોકાણકાર ને બચત ઉપરનું જે તે વખતનું નિયત વ્યાજ અને મૂડી પરત મળશે.
૪) આ યોજનામાં કેટલું રોકાણ કરવું પડે અને કેટલી નિધિ કે પેન્શન મળે?------>>>>>આ યોજનામાં એક સાથે રૂા. ૨૫૦૦૦ કે તેથી વધુ ની કોઈ પણ રકમ જેની સામે દર માસે રોકાણનો ૧% (અથવા વાર્ષિક ૧૨% થી ઉપર નું અસરકારક વળતર) એટલેકે જો રૂા. ૨૫૦૦૦ નું રોકાણ કર્યું હોય તો દર માસે રૂા. ૨૫૦ આજીવન અથવા મૂડી પાછી ના લે ત્યાં સુધી નિધિ કે પેન્શન મળશે અથવા રૂા. ૧૦ લાખ નું રોકાણ કર્યું હોય તો રૂા. ૧૦,૦૦૦ દર માસે નિધિ કે પેન્શન મળશે. આ રકમ સખી ક્રેડિટ સોસાયટીમાં આવેલ તેઓના બચત ખાતામાં જમાં આપવામાં આવશે.
૫) આ યોજનામાં સભાસદના નિધન કે મૃત્ય બાદ વારસદારને નિધિ કે પેન્શન મળે ? ----->>>>>હા, સભાસદ કે જે નિધિ કે પેન્શન મેળવતા હોય તેઓના મૃત્યુ બાદ એટલી જ નિધિ કે પેન્શન તેઓના વારસદાર ને મળશે ખરા ?
૬) આ યોજનામાં ગરીબ, વંચિત, ત્યકતા કે ગંગા સ્વરૂપ મહીલાઓને આ યોજનાના ખાસ લાભ મળે----->>>>>હા, તમામ ગરીબ, વંચિત, ત્યકતા કે ગંગા સ્વરૂપ મહિલાઓને આ નિધિમાં આવતું દાન સરખા ભાગે નિધિ કે પેન્શનની રકમ ઉપરાંત આપવામાં આવશે. જેનો નિર્ણય નિગમ અને સખી ક્રેડિટ સોસાયટીની કારોબારી સભા કરશે.
अभ दियो
૭) આ માન યોજનામાં કોઈ દાતા ને ગરીબ, વંચિત, ત્યકતા કે ગંગા સ્વરૂપ મહિલાઓને નિશ્ચિત રકમના દાન દ્વારા લાભ અપાવવો હોય તો તે અપાવી શકે ?------>>>>>> હા, કોઈ પણ દાતા મહિલાને મદદ કરવા માંગતા હોય તે દાતા કે મહાનુભાવ ઉપરની કેટેગરીની તમામ મહિલાઓના નામ અને તેઓને ચૂકવવાની નિધિ કે પેન્શનની રકમ સામેનું નિશ્ચિત રોકાણ સખી ક્રેડિટ સોસાયટીમાં કરશે તો તે તમામ મહિલાઓને દર માસે જે તે મહિલાને નિધિ કે પેન્શનની રકમ તેઓના બચત ખાતામાં સીધા જ જમાં આપવામાં આવશે
૮) આ માન યોજનાના બીજા લાભો શું હશે ? ------->>>>>>આ માન યોજનામાં સમાજના કે સંસ્થાઓના દાનવીરો દ્વારા મળેલ દાનની રકમમાંથી સર્વ સમાજની તમામ ત્યકતા, ગંગા સ્વરૂપ કે જરૂરિયાત મંદ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ કરવા, બાળકોના શિક્ષણ, આરોગ્ય કે અન્ય હેતુ માટે રાહત દરે, વગર વ્યાજે કે સબસિડી સાથેની સહાય લોન આપવામાં આવશે.
૯) આ યોજના માં જોડાવવા અને લાભ લેવા કોનો સંપર્ક કરવાનો રહેશે ? -------->>>>>>આ યોજનામાં જોડાવવા અને લાભ મેળવવા આપના વિસ્તાર કે વોર્ડ માં આવેલા જ્ઞાન કેન્દ્રો, ડીજી સખી પાર્ટનર, આસીસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર, બ્રાન્ચ મેનેજર / ક્રેડીટ મેનેજર, પ્રોજેકટ ડાયરેકટર, સખી ક્રેડિટ બ્રાંચ ઓફીસ, હેડ ઓફિસ અને નીચે આપેલ મોબાઈલ નંબરથી સંપર્ક કરવાનો અને જરૂરી ફોર્મ સહિતની વિધિ પૂર્ણ કરવાની રહેશે.